Posts

Showing posts from October, 2017

ગૃહપ્રવેશ

ગ્રહો, નક્ષત્રો, જન્મકુંડળી અને વડીલોના તેત્રીસ દોકડાનો મનમેળ લઈ માનસીએ ગૃહપ્રવેશ કર્યો. રજતનાં મા નહોતાં. બીમાર નંદલાલે હક કરીને સ્વજનોની હાજરીમાં તે દંપતીને પોંખ્યા અને આમ સંસારની વેલ શણગારાઈ અને કાને કાને ઘૂઘરા ખનકાવતી ચાલવા માંડી. છવ્વીસ વર્ષ સુધી ન જેમને કદી જોયા હોય, ન કદી જે ઘરમાં પગ પણ મૂક્યો હોય ત્યાં હવે એ લોકો સાથે રહેવાનું હતું. એમ તો લગ્નનું નક્કી થતાં બંને થોડો સમય સાથે ફર્યાં હતાં. આ રોમાન્ટિક સમયમાં જેમ બીજા યુવાન યુવતીઓ કરતાં હોય એમ દરિયાકાંઠે બેસી સૂર્યાસ્ત જોયો હતો અને ધસી આવતાં મોજાનાં શીતલ જલબિંદુઓ ઝીલ્યાં હતાં. ફિલ્મ જોવા ગયાં હતાં ત્યારે દાદી ખાસ કાનમાં નવી બુટ્ટીઓ પહેરાવી હતી અને મમ્મીએ કાનેથી કહ્યું, ‘વહેલી ઘરે આવી જજે હોં !’ થિયેટરમાં રજતની બાજુની સીટ પર બેસતાં જ અંધારું થયું અને રજતે એનો હાથ પકડ્યો ત્યારે એ થીજી ગઈ હતી. પછી લગ્નની તૈયારીમાં અલપઝલપ મળવાનું ઓછા ભપકાવાળા, મધ્યમ વર્ગનાં હોય એવા લગ્ન અને ગૃહપ્રવેશ. સ્વજનો વિખરાયાં અને સહજીવનની શરૂઆત થઈ. ભર્યા ઘરમાં એકમાત્ર દીકરી તરીકે મહાલતી હતી. એના હાથમાં સંસારની દોર આવી હતી. ઘરમાં બે અને ત્રીજો મહારાજ એ...